તારી અંદરના બધા મતભેદ મિટાવવા છે, મારી અંદર તને સમાવવી છે;
તારા વિચારથી તને મુક્ત કરું છું, નિરાકારનાં દર્શન કરાવું છું;
આકારમાં રહી તને બ્રહ્માંડ બતાડું છું, તારી શંકાને આજ મિટાવું છું;
ખુશીથી તને અપનાવું છું, આ ફળથી તને સંવારું છું;
આંસુ તારાં બધાં મિટાવું છું, શિવ કાર્યમાં તને સાથ આપું છું.
- ડૉક્ટર ઈરા શાહ માટે આ પરાની વાતો છે.