MY INNER KARAMA
MY INNER KARAMA
તારામાં હું જ વસું છું, તારામાંથી હું જ કહું છું
Para Talks » Conversations of para » તારામાં હું જ વસું છું, તારામાંથી હું જ કહું છું

તારામાં હું જ વસું છું, તારામાંથી હું જ કહું છું


Date: 24-Aug-2014
 
Increase Font Decrease Font
તારામાં હું જ વસું છું, તારામાંથી હું જ કહું છું
તારા રુદનમાં હું જ રડું છું, તારા હાસ્યમાં હું જ હસું છું
તારા ભોજનમાં હું જ જમું છું, તારી સાથે ને સાથે હું રહું છું
તારા ને મારામાં કોઈ ભેદ નથી, તાર-મારામાં કોઈ અંતર નથી
જીવન જીવું હું છું, તારી સાથે ને સાથે છું
વૈકુંઠમાં જવું છે, કૈલાશમાં તને રાખું છું
હરપળ, હર સમય, હર સ્થળ તારામાં છું
અવસ્થાની તારી મને ખ્યાલ છે, તારા પ્રશ્નોનો આ જવાબ છે
ના ગણ પોતાની જાતને અલગ, સંપૂર્ણતાનો મને ખ્યાલ છે
અપૂર્ણતાથી પણ તું પર છે, વિચારોથી પણ તું પર છે
જ્ઞાન તો તારામાં સંપૂર્ણ છે, અવિશ્વાસની પછી કોઈ શંકા ન કર
ના આ અવસ્થાની વાતો મળશે તને શાસ્ત્રોમાં, અનુભવ છે તારો અનોખો અલગ અંદાજમાં
લઈ જવી છે તને મારી સાથે, રાખવી છે તને સદાય મારી સાથે
મિટાવ તારા આ દિલના ભેદ, જાણજે સદૈવ કે તારા દિલમાં વસું છું
વાણી મારી સ્પષ્ટ છે, સમજાય એવી સરળ છે
ના ડર તું કોઈના પગે લાગવાથી, ના તારામાં કોઈ અહંકાર છે
વિકારો જાશે તૂટી તારા, નિરાકારમાં તું સમાશે
નિર્ગુણ તારી અવસ્થાથી સારો સંસાર હલશે
જવાબ છે જે આવે છે, રોકતી ના એને તારા વિચારોથી
કરાવવું છે જે મને, એ કરાવીશ, એ સર્વેસર્વાથી
યુગ યુગનું પરિવર્તન છે, યુગ પ્રમાણે ચાલીએ છીએ
ધબકતું હૈયું તારું બોલે જગત કલ્યાણ, આંસુ લૂછજે બધાનાં, તું કરાવજે એમને મારી પહેચાન
લાગે છે તને પડદો છે, જાણ હવે તું મને, દેખાશે ના કોઈ પડદો તને, અંતર તારુ મટી જશે.


- ડૉક્ટર ઈરા શાહ માટે આ પરાની વાતો છે.


Previous
Previous
હું અને તું અલગ નથી, હું માં તું વસેલો છે
Next
Next
અંતર તારું જગાડવું છે, દુખડાં તારાં દૂર કરવાં છે
First...1718...Last
તારામાં હું જ વસું છું, તારામાંથી હું જ કહું છું તારા રુદનમાં હું જ રડું છું, તારા હાસ્યમાં હું જ હસું છું તારા ભોજનમાં હું જ જમું છું, તારી સાથે ને સાથે હું રહું છું તારા ને મારામાં કોઈ ભેદ નથી, તાર-મારામાં કોઈ અંતર નથી જીવન જીવું હું છું, તારી સાથે ને સાથે છું વૈકુંઠમાં જવું છે, કૈલાશમાં તને રાખું છું હરપળ, હર સમય, હર સ્થળ તારામાં છું અવસ્થાની તારી મને ખ્યાલ છે, તારા પ્રશ્નોનો આ જવાબ છે ના ગણ પોતાની જાતને અલગ, સંપૂર્ણતાનો મને ખ્યાલ છે અપૂર્ણતાથી પણ તું પર છે, વિચારોથી પણ તું પર છે જ્ઞાન તો તારામાં સંપૂર્ણ છે, અવિશ્વાસની પછી કોઈ શંકા ન કર ના આ અવસ્થાની વાતો મળશે તને શાસ્ત્રોમાં, અનુભવ છે તારો અનોખો અલગ અંદાજમાં લઈ જવી છે તને મારી સાથે, રાખવી છે તને સદાય મારી સાથે મિટાવ તારા આ દિલના ભેદ, જાણજે સદૈવ કે તારા દિલમાં વસું છું વાણી મારી સ્પષ્ટ છે, સમજાય એવી સરળ છે ના ડર તું કોઈના પગે લાગવાથી, ના તારામાં કોઈ અહંકાર છે વિકારો જાશે તૂટી તારા, નિરાકારમાં તું સમાશે નિર્ગુણ તારી અવસ્થાથી સારો સંસાર હલશે જવાબ છે જે આવે છે, રોકતી ના એને તારા વિચારોથી કરાવવું છે જે મને, એ કરાવીશ, એ સર્વેસર્વાથી યુગ યુગનું પરિવર્તન છે, યુગ પ્રમાણે ચાલીએ છીએ ધબકતું હૈયું તારું બોલે જગત કલ્યાણ, આંસુ લૂછજે બધાનાં, તું કરાવજે એમને મારી પહેચાન લાગે છે તને પડદો છે, જાણ હવે તું મને, દેખાશે ના કોઈ પડદો તને, અંતર તારુ મટી જશે. તારામાં હું જ વસું છું, તારામાંથી હું જ કહું છું 2014-08-24 https://www.myinnerkarma.org/conv_para/default.aspx?title=taramam-hum-ja-vasum-chhum-taramanthi-hum-ja-kahum-chhum