MY INNER KARAMA
MY INNER KARAMA
શેષનાગ, કાશ્મીર
Para Talks » Conversations of para » શેષનાગ, કાશ્મીર

શેષનાગ, કાશ્મીર


Date: 22-Sep-2014
 
Increase Font Decrease Font
પધારો પધારો, અહીં સહુ પધારો, સ્વાગત છે તમારું, અહીં સ્વાગત છે તમારું.
કરજો વિસામો તમે અહીં, જીવનના હર થાકનો વિસામો કરજો;
બધું ખાલી કરીને, દિલમાં મને વસાવજો, તમારા અહંને તારજો.
આવજો આવજો, તમે કુંડના કિનારે આવજો, શીતળ જળથી મારું આહવાન કરજો;
મળવા આવીશ તમને જરૂર, દિલમાં મને તમે જોશો.
ખાલી નહીં રાખું તમને, તમારા દિલમાં પ્રેમ ભરશું અમે;
જીવનની ગાથામાં સાથ આપશું તમારો, અમરનાથમાં સ્થાન આપશું તમને.
કોઈ વિચાર, કોઈ શંકાથી દૂર રહેજો, તો મળશે બધું જે હું આપીશ તમને;
બોલાવ્યા હતા અહીં વિશેષ આશિષ આપવા, આપીશ એનાથી વિશેષ પ્યાર મારો;
વસાવજો મને દિલમાં તમારા, પછી કરશો દર્શન બધામાં તો તમે મારાં.


- ડૉક્ટર ઈરા શાહ માટે આ પરાની વાતો છે.


Previous
Previous
પિસુ ટોપ - વેદ વ્યાસ ગુફા, કાશ્મીર
Next
Next
હું બધે જ છું, હું બધે જ છું, સારા જગમાં હું બધે જ છું
First...3334...Last
પધારો પધારો, અહીં સહુ પધારો, સ્વાગત છે તમારું, અહીં સ્વાગત છે તમારું. કરજો વિસામો તમે અહીં, જીવનના હર થાકનો વિસામો કરજો; બધું ખાલી કરીને, દિલમાં મને વસાવજો, તમારા અહંને તારજો. આવજો આવજો, તમે કુંડના કિનારે આવજો, શીતળ જળથી મારું આહવાન કરજો; મળવા આવીશ તમને જરૂર, દિલમાં મને તમે જોશો. ખાલી નહીં રાખું તમને, તમારા દિલમાં પ્રેમ ભરશું અમે; જીવનની ગાથામાં સાથ આપશું તમારો, અમરનાથમાં સ્થાન આપશું તમને. કોઈ વિચાર, કોઈ શંકાથી દૂર રહેજો, તો મળશે બધું જે હું આપીશ તમને; બોલાવ્યા હતા અહીં વિશેષ આશિષ આપવા, આપીશ એનાથી વિશેષ પ્યાર મારો; વસાવજો મને દિલમાં તમારા, પછી કરશો દર્શન બધામાં તો તમે મારાં. શેષનાગ, કાશ્મીર 2014-09-22 https://www.myinnerkarma.org/conv_para/default.aspx?title=padharo-padharo-ahim-sahu-padharo-svagata-chhe-tamarum-ahim-svagata-chhe