MY INNER KARAMA
MY INNER KARAMA
કાશ્મીરની વાદીઓ છે, શિવની ગુફાની ક્યારીઓ છે
Para Talks » Conversations of para » કાશ્મીરની વાદીઓ છે, શિવની ગુફાની ક્યારીઓ છે

કાશ્મીરની વાદીઓ છે, શિવની ગુફાની ક્યારીઓ છે


Date: 15-Jun-2014
 
Increase Font Decrease Font
કાશ્મીરની વાદીઓ છે, શિવની ગુફાની ક્યારીઓ છે
સંતોનો ત્યાં નિવાસ છે, ભક્તોનું ત્યાં પ્રયાણ છે
શુભ છે એ ગલીઓ, માટીમાં મહેકે ગુલાબ છે
રહસ્ય એનું ગુપ્ત છે, કોઈ જ માટે એ ખૂલે છે
ના મળશે તને એનું તાત્પર્ય કાંઈ, કૃપા વિના ના મલશે કાંઈ
પ્રકૃતિનું સૌંદર્ય અદ્દભુત છે, ખોતી ના એમાં ભાન રે
જાવું છે અંદર એની ગલીઓમાં, જેનો ના કોઈને ભાસ છે
કરજે જરૂર શિવકોરી, વૈષ્ણોદેવી, અમરનાથની આજુબાજુ ગુફાઓ
ચંદનવારી અને હસીનાબાદની વાદી, ભૂલતી ના નીલકંઠને
મળશે તને શિવનાં અનેક રૂપ, ઓમ પર્વત પણ એમાં સમાઈ છે
સૂફી સંતોનો ત્યાં નિવાસ છે, ભૂલજે ના એમની દરગાહને
શંકરાચાર્ય મળશે તને- દ્વૈત, અદ્વૈત સમજાશે તને
લઈ જાજે તું સહુને સાથે, યાત્રા કૈલાશ જેવી થાશે
હૈયું મોટું રાખજે સાચું, ના કોઈ વિચાર બાંધશે તને
કલ્યાણ થશે ત્યાં તો સહુનું, વાત આ કરજે સહુને તું
રોકતી ના તું કોઈને, ભલે આવતા બધા વહાલા થઈને
કોની દોર બંધાશે ત્યાં, કોની દોર તૂટશે ત્યાં
ઈશ્વર પણ ના જાણે એને, પણ પ્રયત્ન સહુએ કરવા
કૃપાના પાત્ર તો બનશે ખરા, મા ની અનુભૂતિ થાશે તને
ગુલમર્ગ સોનમર્ગ માં મળશે તને, શ્રીનગરમાં ના ખોવાતી વધારે, લુપ્ત રહેજે આ દુનિયાથી ત્યારે
તૈયારી કરજે એની આજથી, ચડવું પડશે ઊંચે ઘણું
શિવમિલન માટે રહેજે ત્યારે, આવશે મળવા એ તો તને
વાર્તા થાશે ખૂબ ખૂબ, જાત્રા થાશે સહુની જરૂર


- ડૉક્ટર ઈરા શાહ માટે આ પરાની વાતો છે.


Previous
Previous
મને તારી હાજરીનું ધ્યાન છે, તારી અવસ્થાનો અહેસાસ છે
Next
Next
તારો જલવો જોયો મેં તો, તારો બળવો પણ જોયો મેં તો
First...78...Last
કાશ્મીરની વાદીઓ છે, શિવની ગુફાની ક્યારીઓ છે સંતોનો ત્યાં નિવાસ છે, ભક્તોનું ત્યાં પ્રયાણ છે શુભ છે એ ગલીઓ, માટીમાં મહેકે ગુલાબ છે રહસ્ય એનું ગુપ્ત છે, કોઈ જ માટે એ ખૂલે છે ના મળશે તને એનું તાત્પર્ય કાંઈ, કૃપા વિના ના મલશે કાંઈ પ્રકૃતિનું સૌંદર્ય અદ્દભુત છે, ખોતી ના એમાં ભાન રે જાવું છે અંદર એની ગલીઓમાં, જેનો ના કોઈને ભાસ છે કરજે જરૂર શિવકોરી, વૈષ્ણોદેવી, અમરનાથની આજુબાજુ ગુફાઓ ચંદનવારી અને હસીનાબાદની વાદી, ભૂલતી ના નીલકંઠને મળશે તને શિવનાં અનેક રૂપ, ઓમ પર્વત પણ એમાં સમાઈ છે સૂફી સંતોનો ત્યાં નિવાસ છે, ભૂલજે ના એમની દરગાહને શંકરાચાર્ય મળશે તને- દ્વૈત, અદ્વૈત સમજાશે તને લઈ જાજે તું સહુને સાથે, યાત્રા કૈલાશ જેવી થાશે હૈયું મોટું રાખજે સાચું, ના કોઈ વિચાર બાંધશે તને કલ્યાણ થશે ત્યાં તો સહુનું, વાત આ કરજે સહુને તું રોકતી ના તું કોઈને, ભલે આવતા બધા વહાલા થઈને કોની દોર બંધાશે ત્યાં, કોની દોર તૂટશે ત્યાં ઈશ્વર પણ ના જાણે એને, પણ પ્રયત્ન સહુએ કરવા કૃપાના પાત્ર તો બનશે ખરા, મા ની અનુભૂતિ થાશે તને ગુલમર્ગ સોનમર્ગ માં મળશે તને, શ્રીનગરમાં ના ખોવાતી વધારે, લુપ્ત રહેજે આ દુનિયાથી ત્યારે તૈયારી કરજે એની આજથી, ચડવું પડશે ઊંચે ઘણું શિવમિલન માટે રહેજે ત્યારે, આવશે મળવા એ તો તને વાર્તા થાશે ખૂબ ખૂબ, જાત્રા થાશે સહુની જરૂર કાશ્મીરની વાદીઓ છે, શિવની ગુફાની ક્યારીઓ છે 2014-06-15 https://www.myinnerkarma.org/conv_para/default.aspx?title=kashmirani-vadio-chhe-shivani-guphani-kyario-chhe