MY INNER KARAMA
MY INNER KARAMA
કાર્ય કરવાનું છે તારે, ન રોક પોતાની જાતને
Para Talks » Conversations of para » કાર્ય કરવાનું છે તારે, ન રોક પોતાની જાતને

કાર્ય કરવાનું છે તારે, ન રોક પોતાની જાતને


Date: 02-Sep-2014
 
Increase Font Decrease Font
કાર્ય કરવાનું છે તારે, ન રોક પોતાની જાતને
આગળ લઈ જવાના છે સહુને, ન રડ તું એમના વ્યવહાર પર
સામનો કરવો પડશે એમના વારનો, ઝીલવો પડશે એમના મારને
ડગમગાવશે એમનાં આચરણ તને, ન ડોલતી તું એમની નાદાનિયત પર
સરળ રહેજે તું તો તારામાં, કરવું પડશે તને ઘણું તો મારામાં
શિવનો આદેશ છે તને, ન તૂટજે તું તારા વિશ્વાસમાં
કરાવું છું હું તારી પાસે, રીત આપણી થોડી અલગ છે
દુનિયાને ન સમજાય, પણ એ તો રોકેટ વિજ્ઞાન છે
ચાલવું બધાને જલદી જલદી, પણ ન માનવું એ લોકોને કાંઈ છે
ફિકર ન કર તું, છોડી દે મંઝિલ તું મુજ પર રે
રાહ બતાડવાનું છે કાર્ય તારું, ન ચૂકતી તું તારા કાર્યને
લાઠી પણ મારવી પડે તો, ન ઝૂકતી કોઈના દૂર્વ્યવહાર પર
વહાલ કરજે સહુને એટલું, ભૂલી જઈએ બધું પ્યારમાં
ગમ તારો છુપાડજે તારામાં, પી જજે ઘા એમનાં તીરોના
સમય આપણી પાસે છે ઓછો, સમયથી પર બધાને લઈ જવાનો
કરતી જા તું જે કરે છે, વાસ કરું છું તારામાં, ન અલગ છીએ આપણે એકબીજામાં
પોકાર તારો મેં તો સાંભળ્યો, લઈ જઈશ સહુને મારામાં
હવે ના મૂંઝા તું તારામાં, રાહ હું જોઉં છું સહુની તારામાં
જીવનચર્યા સમાપ્ત થશે, પછી તું આવશે કૈલાશમાં
વાર નથી એ દિવસનો, જ્યારે મળશે તું મને મારામાં


- ડૉક્ટર ઈરા શાહ માટે આ પરાની વાતો છે.


Previous
Previous
Listen to these words carefully, say I will everything slowly.
Next
Next
Circumstances are not playing on you; it is a method to free you
First...1920...Last
કાર્ય કરવાનું છે તારે, ન રોક પોતાની જાતને આગળ લઈ જવાના છે સહુને, ન રડ તું એમના વ્યવહાર પર સામનો કરવો પડશે એમના વારનો, ઝીલવો પડશે એમના મારને ડગમગાવશે એમનાં આચરણ તને, ન ડોલતી તું એમની નાદાનિયત પર સરળ રહેજે તું તો તારામાં, કરવું પડશે તને ઘણું તો મારામાં શિવનો આદેશ છે તને, ન તૂટજે તું તારા વિશ્વાસમાં કરાવું છું હું તારી પાસે, રીત આપણી થોડી અલગ છે દુનિયાને ન સમજાય, પણ એ તો રોકેટ વિજ્ઞાન છે ચાલવું બધાને જલદી જલદી, પણ ન માનવું એ લોકોને કાંઈ છે ફિકર ન કર તું, છોડી દે મંઝિલ તું મુજ પર રે રાહ બતાડવાનું છે કાર્ય તારું, ન ચૂકતી તું તારા કાર્યને લાઠી પણ મારવી પડે તો, ન ઝૂકતી કોઈના દૂર્વ્યવહાર પર વહાલ કરજે સહુને એટલું, ભૂલી જઈએ બધું પ્યારમાં ગમ તારો છુપાડજે તારામાં, પી જજે ઘા એમનાં તીરોના સમય આપણી પાસે છે ઓછો, સમયથી પર બધાને લઈ જવાનો કરતી જા તું જે કરે છે, વાસ કરું છું તારામાં, ન અલગ છીએ આપણે એકબીજામાં પોકાર તારો મેં તો સાંભળ્યો, લઈ જઈશ સહુને મારામાં હવે ના મૂંઝા તું તારામાં, રાહ હું જોઉં છું સહુની તારામાં જીવનચર્યા સમાપ્ત થશે, પછી તું આવશે કૈલાશમાં વાર નથી એ દિવસનો, જ્યારે મળશે તું મને મારામાં કાર્ય કરવાનું છે તારે, ન રોક પોતાની જાતને 2014-09-02 https://www.myinnerkarma.org/conv_para/default.aspx?title=karya-karavanum-chhe-tare-na-roka-potani-jatane