MY INNER KARAMA
MY INNER KARAMA
હું તારામાં છું, તું મારામાં છે, આપણી વચ્ચેનું અંતર ખતમ છે
Para Talks » Conversations of para » હું તારામાં છું, તું મારામાં છે, આપણી વચ્ચેનું અંતર ખતમ છે

હું તારામાં છું, તું મારામાં છે, આપણી વચ્ચેનું અંતર ખતમ છે


Date: 26-Sep-2014
 
Increase Font Decrease Font
હું તારામાં છું, તું મારામાં છે, આપણી વચ્ચેનું અંતર ખતમ છે;
તારી જાતનો અનુભવ કરાવું છું, તને તારી જાતથી મળાવું છું.
આ જાત્રા થઈ સફળ, હવે એવા આશિષ આપું છું;
હર પળ, હર સ્થળ, તું તું નહીં રહે, મારામાં નિવાસ આપું છું.
તારી હરએક ઇચ્છામાં હું વસું છું, તારા શ્વાસમાં હું ઝૂમું છું;
કાર્ય જગતકલ્યાણનું કરાવું છું. પીડિતોને રાહત અપાવું છું.
જગની જંજાળમાંથી મુક્ત કરાવું છું, તને હર પળ મારામાં સમાવું છું;
એ જ વાતો પાછી કહું છું, આપણું અંતર હવે મિટાવું છું.
રિએકશનલેસ તને બનાવું છું, તારા મુખથી મારી વાણી બોલું છું;
હર રહસ્ય મારું ખોલું છું, દિલ તારું મારા જેવું બનાવું છું.
પ્રાર્થના તારી સ્વીકારી મેં, હવે તને નિર્ગુણ બનાવું છું;
મારી અંદર એકરૂપ કરું છું, સમર્પણની સાક્ષાત્ દેવી બનાવું છું.


- ડૉક્ટર ઈરા શાહ માટે આ પરાની વાતો છે.


Previous
Previous
Nooruddin Reshi
Next
Next
नूरुद्दीन रेशी द्वारा आशीर्वाद, कश्मीर
First...3940...Last
હું તારામાં છું, તું મારામાં છે, આપણી વચ્ચેનું અંતર ખતમ છે; તારી જાતનો અનુભવ કરાવું છું, તને તારી જાતથી મળાવું છું. આ જાત્રા થઈ સફળ, હવે એવા આશિષ આપું છું; હર પળ, હર સ્થળ, તું તું નહીં રહે, મારામાં નિવાસ આપું છું. તારી હરએક ઇચ્છામાં હું વસું છું, તારા શ્વાસમાં હું ઝૂમું છું; કાર્ય જગતકલ્યાણનું કરાવું છું. પીડિતોને રાહત અપાવું છું. જગની જંજાળમાંથી મુક્ત કરાવું છું, તને હર પળ મારામાં સમાવું છું; એ જ વાતો પાછી કહું છું, આપણું અંતર હવે મિટાવું છું. રિએકશનલેસ તને બનાવું છું, તારા મુખથી મારી વાણી બોલું છું; હર રહસ્ય મારું ખોલું છું, દિલ તારું મારા જેવું બનાવું છું. પ્રાર્થના તારી સ્વીકારી મેં, હવે તને નિર્ગુણ બનાવું છું; મારી અંદર એકરૂપ કરું છું, સમર્પણની સાક્ષાત્ દેવી બનાવું છું. હું તારામાં છું, તું મારામાં છે, આપણી વચ્ચેનું અંતર ખતમ છે 2014-09-26 https://www.myinnerkarma.org/conv_para/default.aspx?title=hum-taramam-chhum-tum-maramam-chhe-apani-vachchenum-antara-khatama-chhe