MY INNER KARAMA
MY INNER KARAMA
હું અને તું અલગ નથી, હું માં તું વસેલો છે
Para Talks » Conversations of para » હું અને તું અલગ નથી, હું માં તું વસેલો છે

હું અને તું અલગ નથી, હું માં તું વસેલો છે


Date: 23-Aug-2014
 
Increase Font Decrease Font
હું અને તું અલગ નથી, હું માં તું વસેલો છે
આ વાણી કંઈ એમ નથી, તુજમાં હું સમાઉં છું
બસ થોડું હજી બાકી છે, કાચા ઘડાને તપાવવાની જરૂર છે
અંતર નથી કોઈ આપણી વચ્ચે, ન સમજ અલગ છે તું મુજથી
તારામાંથી હું બોલું છું, જગનું કલ્યાણ કરું છું
ફાંસલો આ મીટવાનો છે, તારા પ્રશ્ન હવે ખૂટવાના છે
વિકારો પર તારા કાબૂ થઈ જવાનો છે, અહંનો નાશ થવાનો છે
નિર્ગુણ તારે બનવાનું છે, શરીરભાનથી ઊઠવાનું છે
આશિષ મળ્યા છે ખૂબ ખૂબ, કૈલાશમાં નિવાસ કરવાનો છે
અંતરભેદ તો મીટવાનો છે, તારામાં પ્રભુ પ્રવેશ કરવાના છે.


- ડૉક્ટર ઈરા શાહ માટે આ પરાની વાતો છે.


Previous
Previous
Nothing new, nothing odd, this goes on from eons together
Next
Next
તારામાં હું જ વસું છું, તારામાંથી હું જ કહું છું
First...1516...Last
હું અને તું અલગ નથી, હું માં તું વસેલો છે આ વાણી કંઈ એમ નથી, તુજમાં હું સમાઉં છું બસ થોડું હજી બાકી છે, કાચા ઘડાને તપાવવાની જરૂર છે અંતર નથી કોઈ આપણી વચ્ચે, ન સમજ અલગ છે તું મુજથી તારામાંથી હું બોલું છું, જગનું કલ્યાણ કરું છું ફાંસલો આ મીટવાનો છે, તારા પ્રશ્ન હવે ખૂટવાના છે વિકારો પર તારા કાબૂ થઈ જવાનો છે, અહંનો નાશ થવાનો છે નિર્ગુણ તારે બનવાનું છે, શરીરભાનથી ઊઠવાનું છે આશિષ મળ્યા છે ખૂબ ખૂબ, કૈલાશમાં નિવાસ કરવાનો છે અંતરભેદ તો મીટવાનો છે, તારામાં પ્રભુ પ્રવેશ કરવાના છે. હું અને તું અલગ નથી, હું માં તું વસેલો છે 2014-08-23 https://www.myinnerkarma.org/conv_para/default.aspx?title=hum-ane-tum-alaga-nathi-hum-mam-tum-vaselo-chhe