MY INNER KARAMA
MY INNER KARAMA
દ્વૈત-અદ્વૈત, શંકરાચાર્ય, કાશ્મીર
Para Talks » Conversations of para » દ્વૈત-અદ્વૈત, શંકરાચાર્ય, કાશ્મીર

દ્વૈત-અદ્વૈત, શંકરાચાર્ય, કાશ્મીર


Date: 23-Sep-2014
 
Increase Font Decrease Font
દ્વૈત-અદ્વૈત સમજાવીશ તને, બ્રહ્માંડનાં દર્શન કરાવીશ તને;
તું તું નહીં રહે, હું હું નહીં રહું, બસ એક બ્રહ્માંડ રહેશે.
આકાર નહીં રહે, નિરાકારમાં પછી કંઈ નહીં રહે;
જ્ઞાન, ભક્તિ કંઈ નહીં રહે, આકાશ, ધરતી નહીં રહે.
દેવી, દેવ, મહાદેવ કંઈ નહીં રહે, સૃષ્ટિ પણ નહીં રહે;
કાંઈ નહીં રહે, તોય એક બ્રહ્માંડ રહેશે.
બ્રહ્માંડ પણ નહીં રહે, આ અસ્તિત્વ નહીં રહે;
આકાર, સાકાર, નિરાકાર, કોઈ આકાર જ નહીં રહે.
ભાવ નહીં રહે, સોચ નહીં રહે, પરમાત્મા પણ નહીં રહે;
શૂન્યમાં શૂન્ય નહીં રહે, સૂક્ષ્મ પણ નહીં રહે.
અદ્વૈત કાંઈ નહીં રહે, કોઈ નહીં રહે, કાંઈ નહીં રહે.


- ડૉક્ટર ઈરા શાહ માટે આ પરાની વાતો છે.


Previous
Previous
હું બધે જ છું, હું બધે જ છું, સારા જગમાં હું બધે જ છું
Next
Next
તારી અંદરના બધા મતભેદ મિટાવવા છે, મારી અંદર તને સમાવવી છે
First...3536...Last
દ્વૈત-અદ્વૈત સમજાવીશ તને, બ્રહ્માંડનાં દર્શન કરાવીશ તને; તું તું નહીં રહે, હું હું નહીં રહું, બસ એક બ્રહ્માંડ રહેશે. આકાર નહીં રહે, નિરાકારમાં પછી કંઈ નહીં રહે; જ્ઞાન, ભક્તિ કંઈ નહીં રહે, આકાશ, ધરતી નહીં રહે. દેવી, દેવ, મહાદેવ કંઈ નહીં રહે, સૃષ્ટિ પણ નહીં રહે; કાંઈ નહીં રહે, તોય એક બ્રહ્માંડ રહેશે. બ્રહ્માંડ પણ નહીં રહે, આ અસ્તિત્વ નહીં રહે; આકાર, સાકાર, નિરાકાર, કોઈ આકાર જ નહીં રહે. ભાવ નહીં રહે, સોચ નહીં રહે, પરમાત્મા પણ નહીં રહે; શૂન્યમાં શૂન્ય નહીં રહે, સૂક્ષ્મ પણ નહીં રહે. અદ્વૈત કાંઈ નહીં રહે, કોઈ નહીં રહે, કાંઈ નહીં રહે. દ્વૈત-અદ્વૈત, શંકરાચાર્ય, કાશ્મીર 2014-09-23 https://www.myinnerkarma.org/conv_para/default.aspx?title=dvaitaadvaita-samajavisha-tane-brahmandanam-darshana-karavisha-tane