MY INNER KARAMA
MY INNER KARAMA
અનુભૂતિ તને હું મારી આપું છું, મારા પ્રેમમાં તને રમાડું છું
Para Talks » Conversations of para » અનુભૂતિ તને હું મારી આપું છું, મારા પ્રેમમાં તને રમાડું છું

અનુભૂતિ તને હું મારી આપું છું, મારા પ્રેમમાં તને રમાડું છું


Date: 21-Sep-2014
 
Increase Font Decrease Font
અનુભૂતિ તને હું મારી આપું છું, મારા પ્રેમમાં તને રમાડું છું;
તને તો હું સંવારું છું, મારી અંદર તને સમાવું છું.
દૂરીને હવે ખતમ કરું છું, તારો-મારા અંતરને ખતમ કરું છું;
આવીને તને એ આશિષ આપું છું, તારા હૈયામાં હું જ તો વસું છું.
તારી વાણી એ મારી વાણી, તારી નજર એ મારી નજર;
જે બાકી છે એને પણ હું ખતમ કરું છું, તારી હર ઇચ્છા મારામાં સમાવું છું.
બાકી હવે કંઈ રહેતું નથી, બધામાં મારાં દર્શન કરાવું છું;
પરમાત્માનું તને જ્ઞાન કરાવું છું, આત્માને હવે શુદ્ધ કરું છું.
અનોખી આ રીત છે, ધાર્યું નથી છતાં પણ આ પ્રીત છે;
આપણી એકરૂપતાનું સંગીત છે, એટલે જ તો આ ગીત છે.


- ડૉક્ટર ઈરા શાહ માટે આ પરાની વાતો છે.


Previous
Previous
તારી પરીક્ષા લીધી મેં તો ઘણી ઘણી, તને રડાવી મેં તો ઘણી ઘણી
Next
Next
હર આંસુમાં તારા, મારા રુદ્રાક્ષ બને છે
First...2930...Last
અનુભૂતિ તને હું મારી આપું છું, મારા પ્રેમમાં તને રમાડું છું; તને તો હું સંવારું છું, મારી અંદર તને સમાવું છું. દૂરીને હવે ખતમ કરું છું, તારો-મારા અંતરને ખતમ કરું છું; આવીને તને એ આશિષ આપું છું, તારા હૈયામાં હું જ તો વસું છું. તારી વાણી એ મારી વાણી, તારી નજર એ મારી નજર; જે બાકી છે એને પણ હું ખતમ કરું છું, તારી હર ઇચ્છા મારામાં સમાવું છું. બાકી હવે કંઈ રહેતું નથી, બધામાં મારાં દર્શન કરાવું છું; પરમાત્માનું તને જ્ઞાન કરાવું છું, આત્માને હવે શુદ્ધ કરું છું. અનોખી આ રીત છે, ધાર્યું નથી છતાં પણ આ પ્રીત છે; આપણી એકરૂપતાનું સંગીત છે, એટલે જ તો આ ગીત છે. અનુભૂતિ તને હું મારી આપું છું, મારા પ્રેમમાં તને રમાડું છું 2014-09-21 https://www.myinnerkarma.org/conv_para/default.aspx?title=anubhuti-tane-hum-mari-apum-chhum-mara-premamam-tane-ramadum-chhum