MY INNER KARAMA
MY INNER KARAMA
અંતર તારું જગાડવું છે, દુખડાં તારાં દૂર કરવાં છે
Para Talks » Conversations of para » અંતર તારું જગાડવું છે, દુખડાં તારાં દૂર કરવાં છે

અંતર તારું જગાડવું છે, દુખડાં તારાં દૂર કરવાં છે


Date: 24-Aug-2014
 
Increase Font Decrease Font
અંતર તારું જગાડવું છે, દુખડાં તારાં દૂર કરવાં છે
શંકા તારી મિટાવવી છે, તારી અંદર મારું ધ્યાન કરાવવું છે
ખુલ્લા આકાશમાં તને ફરાવવી છે, તારી અંદરથી બધો સંકોચ કાઢવો છે
ન કોઈ વિચાર કર, ન તું કોઈથી ડર, જગ આખું હલાવશે તને, એમાં પણ તો સ્થિર બન
નજીકના ચોટ પહોંચાડશે તને, તારી વાતો પર શંકા કરી દબડાવશે તને
મજબૂત તું મારામાં રહેજે ત્યારે, ન મુજને તુજથી અલગ ગણ
વાણી તો આ સત્ય છે, દુનિયાની તો આ જ રીત છે
હાર પહેરાવી ફૂલોના, ચંપલથી પછી મારશે તને
પોતાની અંદર દ્રઢ થા, મારી અંદર તું સમ થા
ન કોઈ ભેદ ઉઠાવ દિલમાં, સંસારથી તું પર થા
વાણીમાં હવે મૌન થાજે, દુનિયાને એની રીતે ચાલવા દેજે
મારામાં તું સમાઈ જાજે, એનો વિશ્વાસ તું કર હવે


- ડૉક્ટર ઈરા શાહ માટે આ પરાની વાતો છે.


Previous
Previous
તારામાં હું જ વસું છું, તારામાંથી હું જ કહું છું
Next
Next
Listen to these words carefully, say I will everything slowly.
First...1718...Last
અંતર તારું જગાડવું છે, દુખડાં તારાં દૂર કરવાં છે શંકા તારી મિટાવવી છે, તારી અંદર મારું ધ્યાન કરાવવું છે ખુલ્લા આકાશમાં તને ફરાવવી છે, તારી અંદરથી બધો સંકોચ કાઢવો છે ન કોઈ વિચાર કર, ન તું કોઈથી ડર, જગ આખું હલાવશે તને, એમાં પણ તો સ્થિર બન નજીકના ચોટ પહોંચાડશે તને, તારી વાતો પર શંકા કરી દબડાવશે તને મજબૂત તું મારામાં રહેજે ત્યારે, ન મુજને તુજથી અલગ ગણ વાણી તો આ સત્ય છે, દુનિયાની તો આ જ રીત છે હાર પહેરાવી ફૂલોના, ચંપલથી પછી મારશે તને પોતાની અંદર દ્રઢ થા, મારી અંદર તું સમ થા ન કોઈ ભેદ ઉઠાવ દિલમાં, સંસારથી તું પર થા વાણીમાં હવે મૌન થાજે, દુનિયાને એની રીતે ચાલવા દેજે મારામાં તું સમાઈ જાજે, એનો વિશ્વાસ તું કર હવે અંતર તારું જગાડવું છે, દુખડાં તારાં દૂર કરવાં છે 2014-08-24 https://www.myinnerkarma.org/conv_para/default.aspx?title=antara-tarum-jagadavum-chhe-dukhadam-taram-dura-karavam-chhe