MY INNER KARAMA
MY INNER KARAMA
આદિઅનાદિ કાળથી હું સાથે છું, તારામાં સદૈવ વસું છું
Para Talks » Conversations of para » આદિઅનાદિ કાળથી હું સાથે છું, તારામાં સદૈવ વસું છું

આદિઅનાદિ કાળથી હું સાથે છું, તારામાં સદૈવ વસું છું


Date: 28-Jul-2014
 
Increase Font Decrease Font
આદિઅનાદિ કાળથી હું સાથે છું, તારામાં સદૈવ વસું છું
હૈયું મારું તારામાં ધડકે છે, તારામાં મારો વાસ છે
ન સમજ પોતાની જાતને અલગ, ના તું મારાથી અલગ છે
હર વક્ત હું તારામાં છું, એનો ના રાખ હિસાબ તું
નજર બદલવાની જરૂર છે, વિચાર બદલવાની જરૂર છે
રૂમઝૂમ કરતાં આવીશ તું, ના ભેદ તને કોઈ દેખાડીશ હું
જાગ્રત મનને કર તારા, સમર્પણ કર તું મારામાં
પછી જો ન રહે કોઈ પડદો, તારામાં ને મારામાં
અરજી તારી સાંભળી મેં તો, દિલની હાલત જાણી તારી તો
પણ મુંઝાઈશ ના તું હાલાતમાં, આવતી રહે તું મારા સાથમાં
જ્યાં મરજી તારી નથી, તો ભીંજાઈ જા મારી મરજીમાં
આવીશ જરૂર તું બાહર આ વાતથી, જ્યારે ખોલશે તારા હૃદયને મારામાં
ના રહે અલગતાનો ભાવ કોઈ, થઈ જાશે એકરૂપ તું મારામાં


- ડૉક્ટર ઈરા શાહ માટે આ પરાની વાતો છે.


Previous
Previous
શીખવાડવું છે તમને ઘણું ઘણું, કહેવું છે તમને ઘણું ઘણું
Next
Next
લઈ જઈશ બહાર તને એવી રીતે, મુક્તિ આપીશ તને એવી રીતે
First...1112...Last
આદિઅનાદિ કાળથી હું સાથે છું, તારામાં સદૈવ વસું છું હૈયું મારું તારામાં ધડકે છે, તારામાં મારો વાસ છે ન સમજ પોતાની જાતને અલગ, ના તું મારાથી અલગ છે હર વક્ત હું તારામાં છું, એનો ના રાખ હિસાબ તું નજર બદલવાની જરૂર છે, વિચાર બદલવાની જરૂર છે રૂમઝૂમ કરતાં આવીશ તું, ના ભેદ તને કોઈ દેખાડીશ હું જાગ્રત મનને કર તારા, સમર્પણ કર તું મારામાં પછી જો ન રહે કોઈ પડદો, તારામાં ને મારામાં અરજી તારી સાંભળી મેં તો, દિલની હાલત જાણી તારી તો પણ મુંઝાઈશ ના તું હાલાતમાં, આવતી રહે તું મારા સાથમાં જ્યાં મરજી તારી નથી, તો ભીંજાઈ જા મારી મરજીમાં આવીશ જરૂર તું બાહર આ વાતથી, જ્યારે ખોલશે તારા હૃદયને મારામાં ના રહે અલગતાનો ભાવ કોઈ, થઈ જાશે એકરૂપ તું મારામાં આદિઅનાદિ કાળથી હું સાથે છું, તારામાં સદૈવ વસું છું 2014-07-28 https://www.myinnerkarma.org/conv_para/default.aspx?title=adianadi-kalathi-hum-sathe-chhum-taramam-sadaiva-vasum-chhum