MY INNER KARAMA
MY INNER KARAMA
આ સમય નિરાળો છે, તારામારા મિલન માટે સારો છે
Para Talks » Conversations of para » આ સમય નિરાળો છે, તારામારા મિલન માટે સારો છે

આ સમય નિરાળો છે, તારામારા મિલન માટે સારો છે


Date: 15-Jun-2014
 
Increase Font Decrease Font
આ સમય નિરાળો છે, તારામારા મિલન માટે સારો છે
મનની અવસ્થા છે, સાચો પ્રેમ જગાડવો છે
રૂમઝુમ કરતાં જાવું છે, મારામાં એક થાવું છે
આશિષ એ હું તને આપું છું, તારી ઇચ્છાને હું તથાસ્તુ કહું છું
એમાં મારો પણ ફાયદો છે, મારો ભક્ત મુજમાં સમાવાનો છે
જશન તો આપણે મનાવીશું, મૃદંગ ડમરુ વગાડીશું
શિવશક્તિનો બાળ આજે તૈયાર છે, પછી શેની કોઈ ફરિયાદ છે
આ અવસ્થાની રાહ હું જોતીતી, બીજ તારા પાકવાની રાહ હું જોતીતી
આજે મળવાની રીત અલગ છે, 'મા' નુ એક નવું સ્વરૂપ છે
ચિંતાની આ કોઈ ઘડી નથી, હવે ફિકર કરવાની કાંઈ જરૂર નથી
તુજમાં સહુની આશ છે, જગતકલ્યાણનું તને આશિષ છે
આવશે તારી પાસે અનેક માનવી, કરજે ન કદી તું એમને નિરાશ રે
આ મીઠી વાતોમાં ના વિલંબ છે, દુઃખદર્દ મિટાવવાનું તું એક સાધન છે


- ડૉક્ટર ઈરા શાહ માટે આ પરાની વાતો છે.


Previous
Previous
બંધન આપણું ન્યારું છે, દિલમાં પ્રેમનો ક્યારો છે, મારામાં તુજનો પનારો છે
Next
Next
મને તારી હાજરીનું ધ્યાન છે, તારી અવસ્થાનો અહેસાસ છે
First...56...Last
આ સમય નિરાળો છે, તારામારા મિલન માટે સારો છે મનની અવસ્થા છે, સાચો પ્રેમ જગાડવો છે રૂમઝુમ કરતાં જાવું છે, મારામાં એક થાવું છે આશિષ એ હું તને આપું છું, તારી ઇચ્છાને હું તથાસ્તુ કહું છું એમાં મારો પણ ફાયદો છે, મારો ભક્ત મુજમાં સમાવાનો છે જશન તો આપણે મનાવીશું, મૃદંગ ડમરુ વગાડીશું શિવશક્તિનો બાળ આજે તૈયાર છે, પછી શેની કોઈ ફરિયાદ છે આ અવસ્થાની રાહ હું જોતીતી, બીજ તારા પાકવાની રાહ હું જોતીતી આજે મળવાની રીત અલગ છે, 'મા' નુ એક નવું સ્વરૂપ છે ચિંતાની આ કોઈ ઘડી નથી, હવે ફિકર કરવાની કાંઈ જરૂર નથી તુજમાં સહુની આશ છે, જગતકલ્યાણનું તને આશિષ છે આવશે તારી પાસે અનેક માનવી, કરજે ન કદી તું એમને નિરાશ રે આ મીઠી વાતોમાં ના વિલંબ છે, દુઃખદર્દ મિટાવવાનું તું એક સાધન છે આ સમય નિરાળો છે, તારામારા મિલન માટે સારો છે 2014-06-15 https://www.myinnerkarma.org/conv_para/default.aspx?title=a-samaya-niralo-chhe-taramara-milana-mate-saro-chhe